અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજય કો. ઓપરેટીવ સોસાયટી લી. ભારત સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીનો શુભારંભ કરાવ્યો.
ખેડુતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દરેક સમયે ખભેથી ખભો મિલાવીને ખેડૂતો સાથે ઉભી છે.
આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ના સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા સાહેબ IFFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ,અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતારીયા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, અમરડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી જ્યંતીભાઈ પાનસુરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.