કોઈપણ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવાનું કામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થાય છે.
મારા મતવિસ્તારમાં આવેલ મોટી કુંકાવાવ ગામની વર્ષો જૂની પે-સેન્ટર કન્યા શાળા-૨ માં અંદાજીત રૂપિયા 91.50 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા 7 કલાસરૂમ, મધ્યાહન ભોજન શેડ, સેનીટેશન સુવિધા તેમજ કંપાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂત કર્યું.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયતના શ્રી પી.વી.વસાણી સહિત જન-પ્રતિનિધિઓ, સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.